સ્થાનિક ચૂંટણી પહેલા BJP દ્વારા બોર્ડ-નિગમનું ગાજર
સ્થાનિક ચૂંટણી પહેલા BJP દ્વારા બોર્ડ-નિગમનું ગાજર
Published on: 16th December, 2025

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા, BJP પ્રદેશ કાર્યાલય 'કમલમ' ધમધમી રહ્યું છે. પાર્ટી સંગઠન સાથે બોર્ડ-નિગમોમાં ચેરમેનથી ડિરેક્ટર સુધીના પદો પર નિમણૂકોની શક્યતા છે. સ્થાનિક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને BJPએ બોર્ડ-નિગમોમાં નિમણૂકોનું ગાજર લટકાવ્યું છે, જેના લીધે દાવેદારોમાં લોબિંગ શરૂ થયું છે.