પ્રશાંતની પસંદગી, સૌરાષ્ટ્રના નેતાને મેસેજ, ઝંખનાની એન્ટ્રી, એક વ્યક્તિ એક હોદ્દાનો છેદ, ટીમ વિશ્વકર્માનું એનાલિસિસ.
પ્રશાંતની પસંદગી, સૌરાષ્ટ્રના નેતાને મેસેજ, ઝંખનાની એન્ટ્રી, એક વ્યક્તિ એક હોદ્દાનો છેદ, ટીમ વિશ્વકર્માનું એનાલિસિસ.
Published on: 31st December, 2025

ગુજરાત ભાજપ સંગઠનની નવી ટીમમાં યુવા અને અનુભવી નેતાઓનો સમાવેશ છે. ડો. પ્રશાંત કોરાટની પસંદગીથી સૌરાષ્ટ્રના નેતાને મેસેજ અપાયો હોવાની ચર્ચા છે, ઝંખના પટેલની એન્ટ્રી ચોંકાવનારી છે. ટીમમાં ક્ષત્રિય નેતાઓને સાઈડલાઈન કરાયા છે, જયારે OBC સમાજને સાચવવામાં આવ્યો છે. આદિવાસી સમાજની મહિલાઓને પ્રાધાન્ય અપાયું છે. "એક વ્યક્તિ એક હોદ્દા"નો નિયમ તૂટ્યો છે. CM અને DYCM સાથે વિશ્વકર્માની બેઠક યોજાઈ હતી.