બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસા મુદ્દે બજરંગદળનું કલેક્ટરને આવેદન: લશ્કરી કાર્યવાહીની માગ.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસા મુદ્દે બજરંગદળનું કલેક્ટરને આવેદન: લશ્કરી કાર્યવાહીની માગ.
Published on: 30th December, 2025

બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના કથિત હુમલા વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કલેક્ટરને આવેદન અપાયું. કેન્દ્ર સરકારને કડક પગલાં લેવાની માંગ કરાઈ. બજરંગ દળના મંત્રી ઉમેશ જોશીએ જેહાદી આતંકવાદ અને હિન્દુઓ પરના અત્યાચારોનો ઉલ્લેખ કર્યો. દોષિતો સામે લશ્કરી કાર્યવાહી કરીને કડક સજાની માગણી કરવામાં આવી, જેથી ભારત એક શક્તિશાળી દેશ તરીકે વિશ્વ સમક્ષ સંદેશ આપે.