સણોસરા અને સરવા રેલ ટર્મિનલથી રેલવેને એક મહિનામાં રેકોર્ડબ્રેક 20 કરોડની આવક થઇ.
સણોસરા અને સરવા રેલ ટર્મિનલથી રેલવેને એક મહિનામાં રેકોર્ડબ્રેક 20 કરોડની આવક થઇ.
Published on: 04th December, 2025

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે નવેમ્બરમાં રેકોર્ડબ્રેક 800 કરોડથી વધુની આવક મેળવી. માલવહન થકી 628.68 કરોડની આવક થઈ, જ્યારે 34.90 લાખ મુસાફરોએ મુસાફરી કરી જેના પરિણામે 152.59 કરોડની આવક થઈ. સણોસરા માલ ટર્મિનલથી 9.62 કરોડ અને સરવા માલ ટર્મિનલથી 11.37 કરોડની આવક થઈ. ગાંધીધામથી આજરા સુધી રેલવે માટે મિશ્રત માલનો નવો રેક લોડ કરવામાં આવ્યો જેનાથી 85.75 લાખની આવક થઈ. કંડલા પોર્ટથી એનપીકે ખાતરના 12 રેક લોડ થતા 5.30 કરોડની આવક થઈ.