લખપત શાળાની કૃતિનું જિલ્લા વિજ્ઞાન મેળામાં પ્રથમ સ્થાન: 'પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ' પ્રયોગ આકર્ષણનું કેન્દ્ર.
લખપત શાળાની કૃતિનું જિલ્લા વિજ્ઞાન મેળામાં પ્રથમ સ્થાન: 'પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ' પ્રયોગ આકર્ષણનું કેન્દ્ર.
Published on: 04th December, 2025

લખપતની કલરાવાંઢ પ્રાથમિક શાળાએ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રથમ સ્થાન મેળવ્યું. વિદ્યાર્થીઓએ 'પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ' બનાવવાની કૃતિ રજૂ કરી, જે આકર્ષણનું કેન્દ્ર બની. આ કૃતિ વિજ્ઞાન મેળાના વિભાગ-૨ અંતર્ગત રજૂ થઇ હતી. જત મુમલ કાસમ અને જત સાહેબખાતું સાહેબ દ્વારા શિક્ષક ગોવિંદભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ કૃતિ તૈયાર કરાઈ હતી. આ પહેલા આ શાળાએ પર્યાવરણ જાગૃતિ અંતર્ગત વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પણ મુલાકાત કરી હતી.