દહેજ મારામારી કેસનો વોન્ટેડ આરોપી સાડા ત્રણ વર્ષથી નાસતો ફરતો ઇન્દોરથી ઝડપાયો.
દહેજ મારામારી કેસનો વોન્ટેડ આરોપી સાડા ત્રણ વર્ષથી નાસતો ફરતો ઇન્દોરથી ઝડપાયો.
Published on: 04th December, 2025

દહેજ પોલીસ સ્ટેશનના 2022ના મારામારી કેસમાં સાડા ત્રણ વર્ષથી નાસતા ફરતા અખીલેશ દિવાકરને ભરૂચ LCB એ ઇન્દોર (મધ્યપ્રદેશ)થી પકડ્યો. SP અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. LCB PI એમ.પી. વાળાની દિશા હેઠળ PSI ડી.એ. તુવરની ટીમે Human intelligence અને Technical surveillanceથી આરોપીને પકડ્યો. આરોપીએ ગુનાની કબૂલાત કરી, દહેજ પોલીસ સ્ટેશનમાં સોંપાયો.