રખડતા નર-માદા શ્વાનની ઓળખ અને રહેઠાણ શોધવાના સરકારના આદેશથી તલાટીઓમાં રોષ.
રખડતા નર-માદા શ્વાનની ઓળખ અને રહેઠાણ શોધવાના સરકારના આદેશથી તલાટીઓમાં રોષ.
Published on: 04th December, 2025

Supreme Courtના ઠપકા બાદ રાજ્ય સરકારે રખડતા શ્વાનની ગણતરીની જવાબદારી તલાટીઓને સોંપી છે. સરકારે પરિપત્રમાં નર અને માદા શ્વાનની ઓળખ અને તેઓ ક્યાં રહે છે તે શોધવાનું જણાવ્યું છે, જેના કારણે તલાટીઓ ભડક્યા છે. 'શ્વાન ગણવાનું કામ અમારું નથી, પરિપત્ર પાછો નહી ખેંચે તો દેખાવો કરીશું'.