૧૦૫ વર્ષ જૂની લાડકીબાઇ સ્કૂલમાં ઝાલાવાડનું મ્યુઝિયમ બનશે.
૧૦૫ વર્ષ જૂની લાડકીબાઇ સ્કૂલમાં ઝાલાવાડનું મ્યુઝિયમ બનશે.
Published on: 03rd December, 2025

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં આવેલી ૧૦૫ વર્ષ જૂની લાડકીબાઈ સ્કૂલમાં મ્યુઝિયમ બનશે. આ માટે મનપા દ્વારા રૂ. 5 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ મ્યુઝિયમમાં ઝાલાવાડના ભવ્ય ઈતિહાસને ઉજાગર કરવામાં આવશે. વઢવાણના બાંધણી ઉદ્યોગ અને આજુબાજુના હવા મહેલ, રાણેકદેવી મંદિર જેવા ઐતિહાસિક સ્થળોનું મહત્વ વધશે. લાડકીબાઇ સ્કૂલ 1920 માં બની હતી.