ભારતીય પૂર્વ ક્રિકેટર શિખર ધવન અને સુરેશ રૈનાની 11.14 કરોડની સંપત્તિ ED એ જપ્ત કરી
ભારતીય પૂર્વ ક્રિકેટર શિખર ધવન અને સુરેશ રૈનાની 11.14 કરોડની સંપત્તિ ED એ જપ્ત કરી
Published on: 06th November, 2025

સટ્ટાબાજી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગ રૂપે ED એ સુરેશ રૈના અને શિખર ધવન બંનેની 11.14 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. અગાઉ, સટ્ટાબાજી પ્લેટફોર્મ 1xBet સાથે જોડાયેલા મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં ED એ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવનને સમન્સ પાઠવ્યું હતું. ED એન્ડોર્સમેન્ટ ડીલ દ્વારા 1xBet સાથે ધવનના સંભવિત જોડાણોની તપાસ કરી રહી છે. આ જ કેસમાં ED દ્વારા ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સુરેશ રૈનાની પણ આઠ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી.