ભાવનગરના વૈજ્ઞાનિકોની કમાલ: ₹3000નો યુરિન ઇન્ફેક્શન ટેસ્ટ હવે ₹15માં, રિપોર્ટ 9 કલાકમાં!
ભાવનગરના વૈજ્ઞાનિકોની કમાલ: ₹3000નો યુરિન ઇન્ફેક્શન ટેસ્ટ હવે ₹15માં, રિપોર્ટ 9 કલાકમાં!
Published on: 04th December, 2025

ભાવનગરના વૈજ્ઞાનિકોએ યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (UTI) ડિટેક્ટ કરવા માટે ₹15ની કિટ બનાવી છે, જે 6-9 કલાકમાં પરિણામ આપશે. પહેલા આ ટેસ્ટ માટે ₹3000 સુધીનો ખર્ચ થતો અને રિપોર્ટ આવવામાં 36-48 કલાક લાગતા હતા. CSMCRIના વૈજ્ઞાનિકોની ટીમે આ કિટ બનાવી છે, જે પૈસા અને સમય બચાવશે. આ કિટ ઓછી તાલીમથી હેલ્થ વર્કર્સ ઉપયોગ કરી શકે છે અને ઘરે જ ટેસ્ટ થઈ શકશે. આ કિટથી ઝડપી અને ચોક્કસ રિપોર્ટ મળશે અને સારવારનું પ્રમાણ પણ સુધરશે.