મહિલા કલેક્ટરની રણમાં જળક્રાંતિ!
મહિલા કલેક્ટરની રણમાં જળક્રાંતિ!
Published on: 02nd December, 2025

રાજસ્થાનના બાડમેરની કલેક્ટર ટીના ડાભીએ ‘Catch the Rain’ અને ‘જળ સંચય જન ભાગીદારી’ જેવા અભિયાનોથી જળ સંરક્ષણનું આદર્શ મોડેલ બનાવ્યું. 87,000થી વધુ વરસાદી પાણીના ટાંકા બનાવ્યા અને સુકાઈ ગયેલા તળાવોને પુનર્જીવિત કર્યા. આથી મહિલાઓને પાણી ભરવાની મજૂરીથી રાહત મળી, બાળકોનું સ્વાસ્થ્ય સુધર્યું અને ભૂગર્ભજળનું સ્તર ઊંચું આવ્યું. ટીના ડાભીના પ્રયાસોથી બાડમેરને રાષ્ટ્રીય સ્તરે 2 કરોડ રૂપિયાનો પુરસ્કાર મળ્યો.