સાવરકુંડલામાં 338માં નેત્ર નિદાન કેમ્પમાં 88 દર્દીઓની સારવાર કરવામાં આવી.
સાવરકુંડલામાં 338માં નેત્ર નિદાન કેમ્પમાં 88 દર્દીઓની સારવાર કરવામાં આવી.
Published on: 04th August, 2025

સાવરકુંડલામાં શાસ્ત્રી જ્ઞાનપ્રસાદદાસની સ્મૃતિમાં 338માં નેત્ર કેમ્પનું આયોજન કરાયું, જેમાં વિરનગર હોસ્પિટલના ડોકટરોએ 88 દર્દીઓની તપાસ કરી. 18 દર્દીઓને વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન અને સારવાર અપાઈ, તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને ચશ્મા અને દવાઓ પૂરી પાડવામાં આવી. આ 338માં મહા નેત્રયજ્ઞનું દિપ પ્રાગટ્ય સંસ્થાના વડા તથા વીરનગર HOSPITAL ના ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું.