UP: બારાબંકીના મંદિરમાં નાસભાગ, વીજ કરંટથી 2ના મોત, 29 ઘાયલ; જલાભિષેક સમયે દુર્ઘટના સર્જાઈ.
UP: બારાબંકીના મંદિરમાં નાસભાગ, વીજ કરંટથી 2ના મોત, 29 ઘાયલ; જલાભિષેક સમયે દુર્ઘટના સર્જાઈ.
Published on: 28th July, 2025

શ્રાવણના ત્રીજા સોમવારે બારાબંકીના ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં જલાભિષેક દરમિયાન વીજ કરંટ લાગતા નાસભાગ મચી. આ દુર્ઘટનામાં 2 શ્રદ્ધાળુઓના મોત થયા અને 29 લોકો ઘાયલ થયા, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. DM અનુસાર, વાંદરાઓના કારણે ઇલેક્ટ્રિક વાયર તૂટવાથી કરંટ ફેલાયો. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા, કેટલાકને ગંભીર હાલતમાં રિફર કરાયા. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી, અને બે કલાક પછી પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ. ભક્તોએ ફરીથી જલાભિષેક શરૂ કર્યો.