ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજ અને સરકારી ઈમારતોની સાચવણી માટે ઓથોરિટી બનશે.
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજ અને સરકારી ઈમારતોની સાચવણી માટે ઓથોરિટી બનશે.
Published on: 28th July, 2025

ગુજરાત સરકાર દ્વારા ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં બ્રિજ અને સરકારી ઇમારતોના મોનિટરીંગ માટે અલગ ઓથોરિટી નિમવા વિચારણા હાથ ધરાઈ છે. દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તમામ સરકારી કચેરી, શાળાઓના મકાનની ચકાસણી કરવા આદેશ આપ્યો છે તેમજ 100થી વધુ ક્ષતિગ્રસ્ત બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.