રમણગામડી GIDCમાં દારૂનું ગોડાઉન ઝડપાયું, ₹48 લાખના મુદ્દામાલ સાથે 5 પકડાયા; ઓઢવનો બૂટલેગર વોન્ટેડ.
રમણગામડી GIDCમાં દારૂનું ગોડાઉન ઝડપાયું, ₹48 લાખના મુદ્દામાલ સાથે 5 પકડાયા; ઓઢવનો બૂટલેગર વોન્ટેડ.
Published on: 28th July, 2025

વડોદરા નજીક રમણગામડી GIDCમાંથી વરણામા પોલીસે ઓઢવના બુટલેગરનું દારૂનું ગોડાઉન ઝડપ્યું. 'પાર્થ કન્સ્ટ્રક્શન'ના બોર્ડવાળા ગોડાઉનમાં દારૂનું કટિંગ ચાલુ હતું ત્યારે રેડ કરી. પોલીસે ₹37 લાખનો દારૂ સહિત ₹48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને 5ની ધરપકડ કરી. ઓઢવના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી. પોલીસને બાતમી મળી હતી કે નારાયણલાલ સૈન દારૂનો જથ્થો મંગાવી વેચે છે.