સાયબર સિક્યુરિટી: RTO ના નામે નવું ફ્રોડ: SMS અને ફિશિંગ લિંકથી છેતરપિંડી!
સાયબર સિક્યુરિટી: RTO ના નામે નવું ફ્રોડ: SMS અને ફિશિંગ લિંકથી છેતરપિંડી!
Published on: 31st December, 2025

RTO ચલણના નામે નકલી ‘.apk’ ફાઇલ બાદ, હવે SMS અને ફિશિંગ લિંકથી ફ્રોડ થઈ રહ્યું છે. અજાણ્યા નંબરથી SMS આવે છે કે તમારા વાહનનો મેમો જનરેટ થયો છે અને દંડ ભરો. મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરવાથી નકલી પરિવહન વિભાગની વેબસાઇટ ખુલે છે. જેમાં વાહન નંબર નાખવાનું કહે છે અને પેન્ડિંગ મેમો બતાવે છે. Pay Now પર ક્લિક કરતા બેંકની વિગતો માંગે છે અને એકાઉન્ટમાંથી પૈસા ગાયબ થઇ જાય છે.