દિલ્હીમાં ધુમ્મસ અને ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, IMDએ યલો એલર્ટ જાહેર કર્યું.
દિલ્હીમાં ધુમ્મસ અને ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, IMDએ યલો એલર્ટ જાહેર કર્યું.
Published on: 31st December, 2025

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-NCR માટે યેલો એલર્ટ જાહેર કરાયું છે, ગાઢ ધુમ્મસ અને બર્ફીલા પવનોનો ભય છે. દૈનિક જીવન, મુસાફરી અને આરોગ્ય પર અસર પડી રહી છે. 1 જાન્યુઆરીએ દિલ્હી-NCRમાં વરસાદની સંભાવના છે, પ્રદૂષણ ઓછું થશે પણ ઠંડી વધશે. 2 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી દરમિયાન લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. AQI વધતા આરોગ્ય જોખમો વધ્યા છે. IMD અનુસાર પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે.