31stને લઈને પોલીસ એક્શન મોડમાં: દારૂ પીનારા સામે કડક પગલા લેવાશે
31stને લઈને પોલીસ એક્શન મોડમાં: દારૂ પીનારા સામે કડક પગલા લેવાશે
Published on: 31st December, 2025

નવા વર્ષની શાંતિપૂર્ણ ઉજવણી માટે કચ્છ પોલીસ એક્શનમાં છે. થર્ટી ફર્સ્ટ પર ચેકિંગ થશે, નશો કરનાર સામે કાર્યવાહી થશે. ઇન્ચાર્જ એસપી ગૌતમ વિવેકાનંદે જણાવ્યું કે પ્રોહીબીશન ડ્રાઈવ, ટ્રાફિક ડ્રાઈવ અને ફૂટ પેટ્રોલિંગ થશે. કાયદો જળવાઈ રહે તે માટે પોલીસ કાર્યવાહી કરશે. લોકોને શાંતિથી ઉજવણી કરવા અપીલ છે. સી ટીમ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.