વાપીમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસ: પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ અને દંડ ફટકાર્યો.
વાપીમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસ: પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ અને દંડ ફટકાર્યો.
Published on: 31st December, 2025

વલસાડના વાપીમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી હરિઓમ પ્રભુનારાયણને 20 વર્ષની સખત કેદ અને દંડ ફટકાર્યો. આ ઘટના 20 ઓગસ્ટ, 2023ના રોજ બની હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. કોર્ટે IPC કલમ 376 (AB) અને પોક્સો એક્ટની કલમ 6 હેઠળ સજા અને 20 હજારનો દંડ, 20 હજારનું વળતર ચૂકવવા આદેશ આપ્યો છે.