દાહોદમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો, 43 હજારની 86 રીલ સાથે એક શખ્સની ધરપકડ.
દાહોદમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો, 43 હજારની 86 રીલ સાથે એક શખ્સની ધરપકડ.
Published on: 31st December, 2025

દાહોદમાં પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ગેરકાયદેસર વેચાણ સામે કાર્યવાહી કરી. ગોદી રોડ પરથી રૂ. 43,000ની 86 રીલ જપ્ત કરી. ઉત્તરાયણને ધ્યાનમાં રાખી પોલીસે સતર્કતા વધારી છે. બાતમીના આધારે રહેણાંક મકાનમાં તપાસ કરતા આ જથ્થો મળી આવ્યો. પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, અને વધુ તપાસ ચાલુ છે. નાગરિકોને ચાઈનીઝ દોરી ન વેચવા અપીલ છે.