મૂળીના સરામાં 40 વર્ષથી ગૌચર જમીન પર ભૂમાફિયાઓનો કબજો.
મૂળીના સરામાં 40 વર્ષથી ગૌચર જમીન પર ભૂમાફિયાઓનો કબજો.
Published on: 31st December, 2025

સુરેન્દ્રનગરના મૂળીના સરામાં 40 વર્ષથી ગૌચરની જમીન પર ભૂમાફિયાઓએ કબજો જમાવ્યો છે, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. પશુપાલકો જ્યારે ગૌચરમાં માલઢોર ચરાવવા જાય છે ત્યારે ભૂમાફિયાઓ દ્વારા તેઓને ધમકીઓ આપવામાં આવે છે, તેવી ફરિયાદ કરવામાં આવી છે. ગ્રામજનોએ આ ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ગેરકાયદેસર દબાણોને કારણે પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે.