બોટાદ: શ્રાવણના પહેલા સોમવારે વિરાટેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ, ભક્તોએ પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી.
બોટાદ: શ્રાવણના પહેલા સોમવારે વિરાટેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ, ભક્તોએ પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી.
Published on: 28th July, 2025

બોટાદના વિરાટેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણના પહેલા સોમવારે ભક્તોની ભીડ થઈ. આ 64 વર્ષ જૂના મંદિરની સ્થાપના પાછળની કથા રસપ્રદ છે. સ્વ. પ્રેમશકર દવેને સ્વપ્નમાં ભગવાન ભોળાનાથ આવ્યા અને પથ્થરની ખાણમાંથી શિવલિંગ બહાર કાઢવાનું કહ્યું. ખોદકામ કરતા 7 ફૂટ ઊંચું શિવલિંગ મળ્યું, જેની સ્થાપના 5 ડિસેમ્બર, 1959ના રોજ કરવામાં આવી. 9 ફેબ્રુઆરી, 2012ના રોજ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી.