લિજેન્ડ મેસ્સી 14 વર્ષ પછી ભારતની મુલાકાતે: ચાર શહેરોની મુલાકાત અને મહાનુભાવો સાથે મુલાકાત કરશે.
લિજેન્ડ મેસ્સી 14 વર્ષ પછી ભારતની મુલાકાતે: ચાર શહેરોની મુલાકાત અને મહાનુભાવો સાથે મુલાકાત કરશે.
Published on: 13th December, 2025

આર્જેન્ટિનાના ફૂટબોલર લિયોનેલ મેસ્સી 14 વર્ષ બાદ ભારત આવ્યા, જ્યાં તેઓ UNICEFના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે 'GOAT INDIA' ટૂર કરશે. તેઓ હૈદરાબાદ, મુંબઈ અને નવી દિલ્હી સહિત ચાર શહેરોની મુલાકાત લેશે. કોલકાતામાં શાહરૂખ ખાન અને સૌરવ ગાંગુલી સાથે મુલાકાત કરશે, જ્યારે મુંબઈમાં સચિન તેંડુલકરને મળશે. 15 ડિસેમ્બરે PM મોદી સાથે મુલાકાત કરશે અને સુનીલ છેત્રી સાથે ફ્રેન્ડલી મેચ રમશે. લુઈસ સુઆરેઝ પણ મેસ્સી સાથે જોડાશે.