આયુષ્માન કાર્ડથી અમરેલીના ખેડૂતની વિના ખર્ચે એન્જિયોપ્લાસ્ટી: હૃદયની બે નળીઓનું બ્લોકેજ દૂર.
આયુષ્માન કાર્ડથી અમરેલીના ખેડૂતની વિના ખર્ચે એન્જિયોપ્લાસ્ટી: હૃદયની બે નળીઓનું બ્લોકેજ દૂર.
Published on: 06th August, 2025

અમરેલીના ખેડૂત સુરેશભાઈ સોલંકીને હાર્ટ એટેક આવતા, આયુષ્માન કાર્ડથી સમ્યક હોસ્પિટલમાં વિનામૂલ્યે એન્જિયોપ્લાસ્ટી(Angioplasty) થઈ. ડો. શોભાનંદ ઝાએ એન્જિયોગ્રાફી(Angiography) કરી બે નળીઓનું બ્લોકેજ શોધી કાઢ્યું. ડો. નિસર્ગ પટેલે જણાવ્યું કે આ સારવારનો ખર્ચ આશરે 2.5 લાખ થાય છે, પરંતુ આયુષ્માન કાર્ડથી મફત મળી. આ યોજના ગરીબો માટે આશીર્વાદરૂપ છે.