મેરીયા નદી બે કાંઠે: ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મેરીયા નદી બે કાંઠે વહેતી થઈ.
મેરીયા નદી બે કાંઠે: ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મેરીયા નદી બે કાંઠે વહેતી થઈ.
Published on: 29th July, 2025

બોડેલી તાલુકાના જબુગામ પંથકમાં રવિવારથી મેહુલીયો વરસતા ધરતીપુત્રોમાં ખુશી છવાઈ ગઈ છે. રવિવારથી જ વરસાદની તીવ્રતા જોરદાર હોય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. ખેતરો બેટમાં ફેરવાતા જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જાંબુઘોડા જંગલ વિસ્તારમાં ભારે વરસાદને કારણે જબુગામ વિસ્તારમાંથી પસાર થતી મેરીયા નદીમાં ઘોડાપૂર આવતાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા લોકો ઉમટી પડ્યા હતા. જનજીવન affected થયું હતું.