મહિલાઓને રોજગાર: ખાખરાથી શરૂઆત કરી 80 વેરાયટીઓ બનાવી, સાંઈ ગૃહ ઉદ્યોગ દ્વારા ગામની 7-8 મહિલાઓને રોજગારી.
મહિલાઓને રોજગાર: ખાખરાથી શરૂઆત કરી 80 વેરાયટીઓ બનાવી, સાંઈ ગૃહ ઉદ્યોગ દ્વારા ગામની 7-8 મહિલાઓને રોજગારી.
Published on: 29th July, 2025

દેગામની મહિલા દ્વારા આત્મનિર્ભરના ધ્યેય સાથે ગૃહ ઉદ્યોગ શરૂ, સ્થાનિક મહિલાઓને રોજગારી. કોરોના કાળમાં ખાખરાથી શરૂઆત કરી આજે 80 જેટલી વેરાયટીઓ બનાવે છે. ચેતનાબેન દેસાઈએ 2020માં સાંઈ ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો. વડાપ્રધાનની આત્મનિર્ભર યોજના અંતર્ગત લોન લઈ અનાજ દળવાની ઘંટી વસાવી. 7-8 બહેનો ખાખરા ઉપરાંત મસાલા પૂરી, પાપડ જેવી 80 વેરાયટીઓ બનાવે છે અને પાર્ટ ટાઈમ રોજગારી મેળવે છે.