લુણાવાડાના મદાલિયા ફળિયાના લોકો જોખમી પાણીમાંથી પસાર થવા મજબૂર, ભારે હાલાકીનો સામનો.
લુણાવાડાના મદાલિયા ફળિયાના લોકો જોખમી પાણીમાંથી પસાર થવા મજબૂર, ભારે હાલાકીનો સામનો.
Published on: 29th July, 2025

મહીસાગર જિલ્લાના વિરણીયા ગામના મદાલિયા ફળિયાના લોકો રસ્તા અને નાળાના અભાવે વર્ષોથી હાલાકી ભોગવી રહ્યા છે. વરસાદમાં કમર સુધીના પાણીમાં ચાલીને કોતર પાર કરવાની ફરજ પડે છે, જેના કારણે જીવન જોખમમાં મુકાય છે. તંત્રની નિષ્ક્રિયતાથી ગ્રામજનો પરેશાન છે, અને બાળકોને શાળાએ જવા માટે પણ આ જ રસ્તો છે. Congressના ધારાસભ્યનું ગામ હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.