SMCનો સાજણ રાજસ્થાનના વોન્ટેડ ગેંગસ્ટર સાથે સંપર્કમાં; અનિલ જાટ સામે ૩૯ ગુના.
SMCનો સાજણ રાજસ્થાનના વોન્ટેડ ગેંગસ્ટર સાથે સંપર્કમાં; અનિલ જાટ સામે ૩૯ ગુના.
Published on: 28th July, 2025

વડોદરામાં ૧.૭૭ કરોડના દારૂ કેસમાં SMC કોન્સ્ટેબલ સાજણ આહિર આરોપી છે. સાજણ રાજસ્થાનના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અનિલ ઉર્ફે પાંડીયા જાટ સાથે સંપર્કમાં હતો. અનિલ ૨૦૦૭થી ગુનાખોરીમાં સક્રિય છે, તેના પર રાજસ્થાનમાં ૩૯ અને ગુજરાતમાં ૨૫ ગુના નોંધાયેલા છે. તે રાજસ્થાન-હરિયાણા બોર્ડર પરનો વતની છે.