આજે નાગ પંચમી: ભુજિયા ડુંગર પર ક્ષેત્રપાળ–ભુજંગ દેવની સદીઓથી પૂજા થાય છે, જે કચ્છ માટે વિજય ઉત્સવ સમાન છે.
આજે નાગ પંચમી: ભુજિયા ડુંગર પર ક્ષેત્રપાળ–ભુજંગ દેવની સદીઓથી પૂજા થાય છે, જે કચ્છ માટે વિજય ઉત્સવ સમાન છે.
Published on: 29th July, 2025

ભુજિયા ડુંગર, જેના નામ પરથી નગરનું નામ પડ્યું, ત્યાં બિરાજતા ભુજંગદેવની સદીઓથી પૂજા થાય છે. નાગ પંચમીએ રાજાશાહી સમયથી રવાડી નીકળે છે. ક્ષેત્રપાળ ભુજંગદેવ શેષનાગના ભાઈ ગણાય છે. 293 વર્ષની રાજ પરંપરા મુજબ પૂજા થશે. 1729માં સર બુલંદખાને ચડાઈ કરી ત્યારે લખપતજી અને 9000 નાગાબાવાઓએ રક્ષણ કર્યું હતું, જેની યાદમાં ઉજવણી થાય છે. RTO સર્કલથી આત્મારામ સર્કલ પર વાહનો પ્રતિબંધિત છે.