કાસોરમાં સ્મશાન જવાના રસ્તા પર જ કચરો : દેવીપૂજક સમાજ માટે રસ્તો નથી, ફેન્સિંગ ઓળંગીને મૃતદેહ લઈ જવો પડે છે.
કાસોરમાં સ્મશાન જવાના રસ્તા પર જ કચરો : દેવીપૂજક સમાજ માટે રસ્તો નથી, ફેન્સિંગ ઓળંગીને મૃતદેહ લઈ જવો પડે છે.
Published on: 04th August, 2025

આણંદના કાસોરમાં દેવીપૂજક સમાજ માટે અલગ સ્મશાન છે, પણ રસ્તો ડમ્પિંગ સાઈટ વાળો છે. સગડી કે છત વગર માત્ર ઓટલો છે. ચોમાસામાં ઢીંચણસમું પાણી ભરાય છે, કાદવ-કીચડ હોય છે. પંચાયતે રસ્તા પર જ કચરો નાખી ડમ્પિંગ સાઈટ બનાવી છે. મૃતદેહને લઈ જવો નામુમકીન બન્યો છે, લોકો તારની ફેન્સિંગ ઓળંગીને જાય છે. જો રસ્તો બને તો તકલીફ દૂર થાય.