રાજકોટ: રાજેશ્રી ટોકીઝમાં બે યુવાનોનો બિયર સાથે વિડીયો વાયરલ; FIRમાં સ્થળ બદલાતા ઉઠ્યા અનેક સવાલો.
રાજકોટ: રાજેશ્રી ટોકીઝમાં બે યુવાનોનો બિયર સાથે વિડીયો વાયરલ; FIRમાં સ્થળ બદલાતા ઉઠ્યા અનેક સવાલો.
Published on: 27th July, 2025

રાજકોટમાં રાજેશ્રી ટોકીઝમાં મુવી જોતા બે યુવાનો બિયર સાથે ઝડપાયા, જેનો વિડીયો વાયરલ થયો છે. આ ઘટનાથી સવાલો ઉભા થયા છે કે શું અહીં મુવી જોતા દારૂ પીવાની છૂટ છે? પોલીસે FIRમાં સ્થળ બદલતા શંકાઓ ઉભી થઈ છે. પોલીસે એક યુવાનને ૨૦૦ રૂપિયાની કિંમતના બિયર ટીન સાથે પકડ્યો. વિડીયોમાં યુવાનો ટોકીઝમાં બિયર પીતા દેખાય છે, તો સવાલ એ છે કે તેઓ અંદર કેવી રીતે ગયા? શું થિયેટરમાં રોજ આવી છૂટ અપાય છે? જો હા, તો થિયેટર સંચાલક સામે કાર્યવાહી થવી જોઈએ.