વડનગરમાં 108 એમ્બ્યુલન્સમાં સગર્ભાની સફળ પ્રસૂતિ: માતા અને બાળક સ્વસ્થ, 108 સેવા આશીર્વાદરૂપ નીવડી.
વડનગરમાં 108 એમ્બ્યુલન્સમાં સગર્ભાની સફળ પ્રસૂતિ: માતા અને બાળક સ્વસ્થ, 108 સેવા આશીર્વાદરૂપ નીવડી.
Published on: 27th July, 2025

વડનગરની સગર્ભા પાયલબેનને રાત્રે દુખાવો થતાં 108ને કોલ કરાયો. EMRI 108ની ટીમે તાત્કાલિક પહોંચીને રાધનપુર હોસ્પિટલ લઈ જવાનો પ્રયત્ન કર્યો. રસ્તામાં સ્થિતિ ગંભીર જણાતા EMT સુધીરદાને ડોક્ટર મીહીર સરની સલાહથી એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કીટ વડે સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી. ત્યારબાદ માતા અને બાળકને SDH રાધનપુર ખસેડાયા. બાળકીના જન્મથી પરિવારમાં ખુશી છવાઈ ગઈ.