તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ: વ્યારા તાલુકામાં 55 મીમી, ડોલવણમાં 25 મીમી વરસાદ નોંધાયો.
તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ: વ્યારા તાલુકામાં 55 મીમી, ડોલવણમાં 25 મીમી વરસાદ નોંધાયો.
Published on: 27th July, 2025

હવામાન વિભાગની આગાહી મુજબ તાપી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વ્યારા, સોનગઢ, વાલોડ, ડોલવણ સહિત આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની હાજરી જોવા મળી છે. ગત રોજ સવારે 6 કલાકથી આજે સવારે 6 કલાક સુધીમાં વ્યારામાં સૌથી વધુ 55 mm વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 થી 11 કલાક સુધીમાં ડોલવણમાં 25 mm વરસાદ નોંધાયો છે.