આણંદ: સિવિલ કોર્ટનો લાંચિયો સુપ્રિટેન્ડેન્ટ 15000ની લાંચ લેતા ઝડપાયો, ફરિયાદી પાસેથી લાંચ માંગી હતી.
આણંદ: સિવિલ કોર્ટનો લાંચિયો સુપ્રિટેન્ડેન્ટ 15000ની લાંચ લેતા ઝડપાયો, ફરિયાદી પાસેથી લાંચ માંગી હતી.
Published on: 09th September, 2025

આણંદ સિવિલ કોર્ટનો સુપ્રિટેન્ડેન્ટ ઉસ્માનગની મીર 15,000ની લાંચ લેતા ACB દ્વારા ઝડપાયો. ફરિયાદીના મકાનનો કબ્જો બેંકને સોંપવા માટે પઝેશન નોટિસ કાઢવા 25 હજારની લાંચ માંગી હતી, જેમાં પહેલા 10 હજાર અને પછી 15 હજાર માંગ્યા. અમૂલ ડેરી રોડ પર ACBએ ટ્રેપ ગોઠવી રંગેહાથ ઝડપી પાડ્યો અને વધુ કાર્યવાહી હાથ ધરી.