છોટાઉદેપુર: 58 શિક્ષણ સહાયકોને નિમણૂક પત્ર એનાયત કરાયા. ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી.
છોટાઉદેપુર: 58 શિક્ષણ સહાયકોને નિમણૂક પત્ર એનાયત કરાયા. ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી.
Published on: 29th July, 2025

છોટાઉદેપુર જિલ્લામાં માધ્યમિક વિભાગમાં 58 શિક્ષકોને નિમણૂંક પત્ર અપાયા. ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024 અંતર્ગત ભલામણ પત્ર અને નિમણૂક પત્ર એનાયતનો કાર્યક્રમ યોજાયો. જેમાં નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોળી, સંચાલક મંડળના અધ્યક્ષ રમેશભાઈ ખત્રી વગેરે ઉપસ્થિત રહ્યા. શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી.