દાહોદમાં આદિવાસી સમાજ દ્વારા ત્રણ જિલ્લાના સરપંચો માટે માર્ગદર્શન સમારોહ યોજાયો.
દાહોદમાં આદિવાસી સમાજ દ્વારા ત્રણ જિલ્લાના સરપંચો માટે માર્ગદર્શન સમારોહ યોજાયો.
Published on: 29th July, 2025

દાહોદમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના નવનિયુક્ત સરપંચો માટે બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ ખાતે માર્ગદર્શન સમારોહ યોજાયો. જેમાં ટ્રસ્ટની પ્રવૃત્તિઓ, આર્થિક બાબતો અને સામાજિક કાર્યોની માહિતી આપવામાં આવી. સમારોહમાં બોગસ પ્રમાણપત્રોનો મુદ્દો ચર્ચાયો, જેના કારણે સાચા આદિવાસી લાભાર્થીઓ તેમના હકથી વંચિત રહે છે. આદિવાસી સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સરપંચોને માર્ગદર્શન આપવામાં આવ્યું.