મોરબીની શાળામાં કિચન ગાર્ડન અને આરોગ્ય તાલીમ
મોરબીની શાળામાં કિચન ગાર્ડન અને આરોગ્ય તાલીમ
Published on: 07th September, 2026

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા પ્રાથમિક શાળામાં બાળાઓ માટે કિચન ગાર્ડન, આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો. જેમાં કિચન ગાર્ડન બનાવવા, રોગો નિયંત્રિત કરવા અને ઓર્ગેનિક શાકભાજીના મહત્વ વિશે પ્રાયોગિક સમજણ અપાઈ. બાળાઓને દેશી પાલકના બીજ મફતમાં અપાયા. જંતુનાશકોના દુરુપયોગથી થતી સ્વાસ્થ્ય હાનિ અંગે જાગૃતિ લાવવામાં આવી. આયોજનનો મુખ્ય હેતુ પ્રકૃતિ સાથે જોડાણ અને કિચન ગાર્ડનમાં રસ કેળવવાનો હતો. તાલીમ પર્યાવરણપ્રેમી પ્રાણજીવન કાલરિયાએ આપી.