લીમખેડામાં દબાણ હટાવવા ગ્રામજનોનું સમર્થન
લીમખેડામાં દબાણ હટાવવા ગ્રામજનોનું સમર્થન
Published on: 07th September, 2026

દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં રોડસાઇડના દબાણો દૂર કરવાની કામગીરીને ગ્રામજનો અને વેપારીઓએ સમર્થન આપ્યું છે. જોકે, હાલ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડના મધ્યબિંદુથી 12 મીટરની જગ્યાએ 9 મીટર સુધીનું દબાણ દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે. 07/09/2026ના રોજ યોજાયેલી બેઠકમાં ગ્રામજનોએ જણાવ્યું કે ભવિષ્યમાં જરૂર પડ્યે 12 મીટર જગ્યા આપવાની ખાતરી આપી છે. તેમણે ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની માંગ કરી છે, જેથી વાહનચાલકો અને રાહદારીઓને સરળતા રહે. વહીવટી તંત્રની કામગીરીને ટેકો આપ્યો છે.