ગુજરાતમાં ડૂબવાથી ૧,૯૯૯ મોત: પાણીના ખતરાને રોકવાના ઉપાયો
ગુજરાતમાં ડૂબવાથી ૧,૯૯૯ મોત: પાણીના ખતરાને રોકવાના ઉપાયો
Published on: 07th September, 2026

ગુજરાતમાં પાણીમાં ડૂબી જવાના કારણે દર વર્ષે અનેક લોકોના જીવ જાય છે. માત્ર પૂર જ નહીં, નદી, ચેકડેમ, અને તળાવો પણ જીવલેણ સાબિત થઈ રહ્યા છે. ૨૦૨૪માં ૧,૯૯૯ લોકોના ડૂબી જવાના કારણે મૃત્યુ થયા, જેમાં ૧,૩૫૦ લોકો પાણીના સ્ત્રોતમાં અકસ્માતે પડી જવાને કારણે મૃત્યુ પામ્યા. આ ગંભીર સમસ્યાને પહોંચી વળવા માટે જોખમી સ્થળોની ઓળખ, સુરક્ષા વ્યવસ્થા, અને જાગૃતિ અભિયાન અત્યંત જરૂરી છે. માત્ર ચેતવણી પાટિયા લગાવવાને બદલે, મજબૂત પગલાં ભરવાની જરૂર છે.