સિંગર કિંજલ રબારીનો પોલીસને ખુલાસો: અપહરણ નહીં, પરિવારની બળજબરીનો આરોપ
સિંગર કિંજલ રબારીનો પોલીસને ખુલાસો: અપહરણ નહીં, પરિવારની બળજબરીનો આરોપ
Published on: 07th September, 2026

સિંગર કિંજલ રબારીએ અમદાવાદ પોલીસ કમિશનર અને ચાંદખેડા PI ને પત્ર લખીને પોતાની બળજબરી અંગે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, 2 મે, 2024ના રોજ અશોકભાઈ વાલાભાઈ ચૌધરી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ પરિવાર ન માનતા 10 મે, 2026ના રોજ ઘર છોડ્યું. પરિવાર દ્વારા બળજબરીથી છૂટાછેડાની અરજી અપાવી અને ગોંધી રાખી ગોતરકા ગામે મુકેશ દેસાઈ સાથે સોંપી દેવાયા. 6 સપ્ટેમ્બર, 2026ના રોજ પોતાની મરજીથી પતિ સાથે ગયા. કોઈ અપહરણ થયું નથી.