વલસાડમાં 166 શાહુકારો માટે ઓડિટ રિપોર્ટ ફરજિયાત
વલસાડમાં 166 શાહુકારો માટે ઓડિટ રિપોર્ટ ફરજિયાત
Published on: 07th September, 2026

ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-2011 મુજબ, વલસાડ જિલ્લામાં નોંધાયેલા કુલ 166 શાહુકારો માટે ઓડિટ રિપોર્ટ ફરજિયાત છે. માસિક અને વાર્ષિક હિસાબો ઓનલાઈન રજૂ ન કરનારા શાહુકારોને જિલ્લા રજિસ્ટ્રારે આ સૂચના આપી છે. જો 7 દિવસમાં ખુલાસો નહીં આપવામાં આવે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 50 લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા શાહુકારોએ વૈધાનિક ઓડિટર પાસે અને 50 લાખથી વધુ ટર્નઓવર ધરાવતા શાહુકારોએ ચાર્ટડ એકાઉન્ટ (સી.એ.) પાસે દર વર્ષે ઓડિટ કરાવવું પડશે.