વલસાડ કેટરિંગ એસોસિએશને નવી ટીમ બનાવી
વલસાડ કેટરિંગ એસોસિએશને નવી ટીમ બનાવી
Published on: 07th September, 2026

વલસાડ જિલ્લા-દમણ-દાદરા અને નગરહવેલી કેટરિંગ એસોસિએશનની સામાન્ય સભામાં વર્ષ 2026-2028 માટે નવી ટીમની રચના કરવામાં આવી. કેટરિંગ વ્યવસાયમાં એકતા, સહકાર, શિસ્ત, સ્વચ્છતા અને ગુણવત્તા જાળવવા પર ભાર મૂકાયો. 75 સભ્યો ધરાવતા આ એસોસિએશનમાં GST અને જરૂરી લાયસન્સ ધરાવતા સભ્યો છે. નવી ટીમના પ્રમુખ મનીષ શાહ, ઉપપ્રમુખ હેમલ શાહ, મંત્રી સુનીલ લાલન, સહમંત્રી મનીષ શાહ, ખજાનચી વિનોદ શર્મા અને સહખજાનચી યજ્ઞેશ બારોટ છે. કારોબારી અને સલાહકાર સમિતિઓની પણ રચના કરાઈ.