અમદાવાદમાં રિક્ષા-ટેક્સી હડતાળને પગલે AMTSનો નિર્ણય
અમદાવાદમાં રિક્ષા-ટેક્સી હડતાળને પગલે AMTSનો નિર્ણય
Published on: 07th September, 2026

અમદાવાદ રિક્ષા હડતાળની અસર AMTS ની શ્રાવણ અને પર્યુષણ માસ દરમિયાન ભાવિકો માટે શરૂ થનાર વિશેષ બસ સેવા પર પડી છે. પર્યુષણ પર્વ નિમિત્તે વિવિધ દેરાસરોના દર્શન માટે 8 સપ્ટેમ્બરથી શરૂ થનાર આ સેવા, રિક્ષા અને ટેક્સી ચાલકોની 7થી 10 સપ્ટેમ્બર સુધીની હડતાળને કારણે 11 સપ્ટેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે. AMTS કમિટીના ચેરમેન મુજબ, આકસ્મિક સંજોગોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.