થલતેજ મેટ્રો સ્ટેશન પાસે ડમ્પર હેઠળ 12 વર્ષની બાળકી કચડાઈ
થલતેજ મેટ્રો સ્ટેશન પાસે ડમ્પર હેઠળ 12 વર્ષની બાળકી કચડાઈ
Published on: 07th September, 2026

અમદાવાદના થલતેજ ચાર રસ્તા પર મેટ્રો સ્ટેશન નીચે બેફામ દોડી રહેલા ડમ્પરે એક્ટિવાને ટક્કર મારતા 12 વર્ષની બાળકીનું માતાની નજર સામે જ ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું. આ હૃદયદ્રાવક અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં બાળકીએ દમ તોડી દીધો. પોલીસે ભાગી રહેલા ડમ્પર ચાલકને અટકાયત કરી ડમ્પર જપ્ત કર્યું. તપાસમાં સામે આવ્યું કે આ જ ડમ્પર અગાઉ પણ નિર્દોષ લોકોના મોતનું કારણ બન્યું હતું. પોલીસે ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.