લખતર તાલુકા કક્ષાનો કલા મહાકુંભ: 15 શાળાઓના 490 વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો.
લખતર તાલુકા કક્ષાનો કલા મહાકુંભ: 15 શાળાઓના 490 વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો.
Published on: 31st July, 2025

રાજ્યના કલા અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા લખતર ખાતે કલા મહાકુંભ યોજાયો. કમિશનર યુવા સેવા ગાંધીનગર આયોજિત આ કાર્યક્રમ શ્રીમતી એ.વી.ઓઝા સંસ્કાર વિદ્યાલય ખાતે યોજાયો. જેમાં 15 શાળાઓના 490 વિદ્યાર્થીઓએ લોકગીત, નૃત્ય સહિતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો. સ્પર્ધામાં વિજેતા કલાકારો જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. આ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓમાં રહેલી કલાત્મક પ્રતિભાને નિખારવાનો પ્રયાસ છે.