પ્રેમ સંબંધમાં બે યુવકોને ઝાડ સાથે બાંધીને માર માર્યો.
પ્રેમ સંબંધમાં બે યુવકોને ઝાડ સાથે બાંધીને માર માર્યો.
Published on: 01st August, 2025

પંચમહાલના શહેરા તાલુકામાં પ્રેમ સંબંધના કારણે બે યુવકોને ઝાડ સાથે બાંધી માર મારવામાં આવ્યો. Video વાયરલ થતાં શહેરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 10 આરોપીઓની અટકાયત કરી. યુવકો શહેરાની યુવતીઓ સાથે ભાગી ગયા હતા. યુવતીઓના સગા-સંબંધીઓએ તેમને મહેમદાવાદથી તાડવા ગામે લાવી ઝાડ સાથે બાંધી માર માર્યો. પોલીસે IPC કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, અને ઈકો ગાડી (GJ-23 BL 3150) પણ જપ્ત કરી છે.