અમદાવાદમાં બાઈક પર આવેલા શખ્સોનો આતંક: 26 ફોર-વ્હીલના ટાયર છરાથી ફાડ્યા.
અમદાવાદમાં બાઈક પર આવેલા શખ્સોનો આતંક: 26 ફોર-વ્હીલના ટાયર છરાથી ફાડ્યા.
Published on: 01st August, 2025

અમદાવાદ શહેરના માણેકબાગ, શ્રેયસ ટેકરા અને આંબાવાડી વિસ્તારમાં બાઈક પર આવેલા અજાણ્યા શખ્સોએ 26 જેટલી ફોર-વ્હીલ ગાડીઓના ટાયર છરા વડે ફાડી નાખ્યા. આ ઘટના CCTVમાં કેદ થઈ છે, જેમાં એક શખસ ટાયરમાં હથિયાર મારી રહ્યો છે. ઘટનાના 24 કલાક બાદ પણ પોલીસ આરોપી સુધી પહોંચી શકી નથી. સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ છે અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. Toyota, Brezza, Creta, અને Swift જેવી અનેક ગાડીઓને નુકસાન થયું છે.