ભરૂચ પોલીસે ચોરાયેલા દાગીના અને મોબાઇલ તેમના માલિકોને પરત કર્યા.
ભરૂચ પોલીસે ચોરાયેલા દાગીના અને મોબાઇલ તેમના માલિકોને પરત કર્યા.
Published on: 01st August, 2025

ભરૂચ "એ" ડિવીઝન પોલીસે "તેરા તુજકો અર્પણ" અભિયાન હેઠળ ચોરાયેલા દાગીના અને CEIR પોર્ટલથી શોધાયેલા મોબાઇલ તેમના માલિકોને આપ્યા. SP અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટર એમ.એમ.રાઠોડની ટીમે ₹3,92,770નો મુદ્દામાલ પરત કર્યો, જેમાં સોનાની ચેઇન, વીંટી, પેન્ડલ અને રોકડ રકમનો સમાવેશ થાય છે. આ અભિયાનથી નાગરિકોને ન્યાય મળ્યો છે અને પોલીસ પરનો વિશ્વાસ વધ્યો છે.