જૂનાગઢ વંથલી નજીક શિકાર કરતા 2 ઝડપાયા; સસલું મળ્યું, વન વિભાગે ભાંડો ફોડ્યો.
જૂનાગઢ વંથલી નજીક શિકાર કરતા 2 ઝડપાયા; સસલું મળ્યું, વન વિભાગે ભાંડો ફોડ્યો.
Published on: 17th December, 2025

વંથલીના સાંતલપુરધાર પાસેથી સસલાનો શિકાર કરી નીકળેલા બે શિકારી ઝડપાયા. સ્કૂટરમાંથી સસલું મળ્યું. આરોપીઓએ ગિલોલથી શિકાર અને છરીથી ગળું કાપ્યાની કબૂલાત કરી. શાહિદખાન મકરાણી એ જણાવ્યું કે, અલ્તાફ લાડક અને શેરખાન મોરી નામના શખ્સોએ ભાગવાનો પ્રયાસ કર્યો, તેઓની પાસેથી છરી મળી આવી. વન્યજીવ અંતર્ગત ગુનો નોંધી 50-50 હજાર દંડ કરાયો અને રિકન્સ્ટ્રકશન કરાયું. આ કેસમાં તપાસ ચાલુ છે, અગાઉ નિલગાયનો શિકાર પણ કર્યો હતો.