સુરેન્દ્રનગરમાં જ્વેલર્સને નકલી IT ઓફિસર બની 4 શખ્સોએ 6.50 લાખનો ચૂનો લગાવ્યો.
Published on: 14th August, 2025
દસાડાના આદરીયાણા ગામના સોનીને 4 શખ્સોએ IT ઓફિસર બની, દિલ્હી ઈન્કમટેક્સમાં complaintની ધમકી આપી. નીતીનભાઈ સહિતનાઓના ફોન airplane modeમાં કરાવી, બારીબારણા બંધ કરાવી તીજોરીમાંથી રોકડ, ઘરેણા કઢાવી સીઝ કરવાનું કહ્યું. 10 લાખની માંગણી કરી, રેવોલ્વર બતાવી 1,31,000 રોકડા અને 5,19,000ના સોના-ચાંદીના ઘરેણા મળી કુલ રૂ. 6.50 લાખની મત્તા લૂંટી ફરાર થઈ ગયા. ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ, PI પી.કે. ગોસ્વામી તપાસ કરી રહ્યા છે.